GST વિશે સરળ સમજુતી

GST એ ગુડસ અને સર્વિસ એમ બંને પર લાગતો ટેક્ષ છે. GST ના અમલમાં આવ્યા બાદ અનેક પ્રકારના ટેક્ષ નાબુદ થશે સાથે જ અનેક પ્રકારના ટેક્ષ ભરવાની જંજાળ માંથી મુક્તિ મળશે.

  • GST એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ બંને દ્વારા વસુલવામાં આવશે.
  • કેન્દ્ર સરકાર દ્વારા CGST એટલેકે સેન્ટ્રલ જીએસટી અને રાજ્ય સરકાર દ્વારા SGST એટલેકે સ્ટેટ જીએસટી વસુલવામાં આવશે.
  • આંતર રાજ્ય વ્યવહારો પર IGST એટલે કે ઈન્ટીગ્રેટેડ જીએસટી લાગુ પડશે. IGST એ CGST અને SGST ના સરવાળા જેટલો હશે.

રાજ્યની અંદર થતા વ્યવહારો પર લાગતો ટેક્ષ

રાજ્યની અંદર થતા ગુડસ અને સર્વિસ ના વેચાણ પર CGST અને SGST બંને વસુલવામાં આવશે.

gst3

GST નો અનુમાનિત દર

વિગત કન્શેસનલ ગુડ્સ સ્ટIન્ડર્ડ ગુડ્સ લક્ઝરી ગુડ્સ
GST નો દર 12% 17% to 18% 40% 40%

આંતર રાજ્ય વેપાર પર લાગતો ટેક્ષ

  • એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં ગુડ્સ કે સર્વિસ સપ્લાય કરવા પર IGST લાગુ પડશે. IGST નો દર CGST અને SGST ના સરવાળા જેટલો હશે. દા. ત. CGST 5% અને SGST 7% છે તો IGST 12% હશે.
  • આંતર રાજ્ય વેપાર પર 1% વધારાનો ટેક્ષ લાગશે આ ટેક્ષ ફક્ત માલ ની સપ્લાય ઉપર જ લાગશે સર્વિસ ઉપર નહિ લાગે. આ વધારાના ટેક્ષ ની વેરાશાખ મળશે નહિ.

આયાત પર લાગતો ટેક્ષ

અત્યારે માલ ની આયાત પર બેસિક કસ્ટમ ડ્યુટી (BCD), એડીશનલ કસ્ટમ ડ્યુટી(ACD), સ્પેશિયલ એડીશનલ કસ્ટમ ડ્યુટી(SACD) લાગે છે અને સર્વિસ ઉપર સર્વિસ ટેક્ષ લાગે છે જયારે GST ના અધિનિયમમાં માલ ની આયાત પર બેસિક કસ્ટમ ડ્યુટી (BCD) અને IGST એમ બે ટેક્ષ લાગશે અને સર્વિસ ઉપર IGST લાગશે

ઈનપુટ ટેક્ષ ક્રેડીટ નું એડજસ્ટમેન્ટ

  • ભરવાપાત્ર થતા CGST ની સામે CGST ની વેરાશાખ જ બાદ લઇ શકશે.
  • ભરવાપાત્ર થતા SGST ની સામે SGST ની વેરાશાખ જ બાદ લઇ શકશે.
  • ભરવાપાત્ર થતા IGST ની સામે IGST, CGST અને SGST ની વેરાશાખ બાદ લઇ શકશે.
  • IGST ની વેરાશાખ પહેલા IGST ના પેમેન્ટ માટે વપરાય છે અને પછી બાકી વધે તો CGST ના પેમેન્ટ માટે અને છતાય વધે તો SGST ના પેમેન્ટ માટે વપરાય છે.

ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ને નીચે આપેલા ઉદાહરણ દ્વારા સમજીએ

ઉદાહરણ 1 :

વ્યક્તિ A એ રજીસ્ટર ડીલર છે. તેની પાસે CGST ની વેરાશાખ રૂ.800 અને SGST ની વેરાશાખ રૂ.900 પડી છે. તેણે 1500 નંગ રૂ 10 ના ભાવે વેચીયા તેમાંથી

  • 650 નંગ રાજ્યની અંદર જ વેચીયા,
  • 550 નંગ રાજ્યની બહાર વેચીયા અને
  • 300 નંગ રાજ્ય બહાર બ્રાંચ માં ટ્રાન્સફર કર્યા.

હવે ધારો કે CGST નો દર 5% છે અને SGST નો દર 7% છે અને IGST નો દર 12% (5% CGST + 7% SGST) છે.

વેચાણ ઉપર લાગતા ટેક્ષ ની ગણતરી

વિગતો રાજ્યની અંદર નું વેચાણ આંતર રાજ્ય વેચાણ રાજ્ય બહાર સ્ટોક ટ્રાન્સફર ટોટલ
વેચાણ નંગમાં 650 550 300 1500
નંગ દીઠ ભાવ 10 10 10 10
ટોટલ વેચાણ કિંમત 6500 5500 3000 15000
ટેક્ષ ની રકમ : CGST ટેક્ષ @5% 325 325
SGST ટેક્ષ @7% 455 455
IGST ટેક્ષ@12% 660 360 1020

ભરવાપાત્ર ટેક્ષ ની ગણતરી

વિગતો CGST SGST IGST ટોટલ
ભરવાપાત્ર ટેક્ષ 325 455 1020 1800
બાદ: વેરાશાખ
CGST 325 475 800
SGST 455 445 900
IGST 325 155 1020 1500
બાકી રહેતો ભરવાપાત્ર ટેક્ષ 300

અહી CGST ની વેરાશાખ પહેલા CGST ના પેમેન્ટ માટે વપરાય છે. અને SGST ની વેરાશાખ પહેલા SGST ના પેમેન્ટ માટે વપરાય છે. પછી બાકી વધે તો IGST ના પેમેન્ટ માટે વપરાય છે. અહી CGST ની બાકી રહેતી વેરાશાખ 475 (800-325) અને SGST ની બાકી રહેતી વેરાશાખ 445 (900-455) IGST ના પેમેન્ટ માટે વાપરેલ છે.

ઉદાહરણ – 2

વિગતો CGST SGST IGST ટોટલ
ભરવાપાત્ર ટેક્ષ 325 455 1020 1800
બાદ: વેરાશાખ
CGST
SGST
બાકી રહેતો ભરવાપાત્ર ટેક્ષ 100 100

અહી IGST ની વેરાશાખ પહેલા IGST ના પેમેન્ટ માટે વપરાય છે અને પછી બાકી વધે તો CGST ના પેમેન્ટ માટે અને છતાય વધે તો SGST ના પેમેન્ટ માટે વપરાય છે.

GST ના ફાયદા

  • અત્યારે VAT ના અધિનિયમમાં ઉત્પાદક તેને કરેલી ખરીદી એટલે કે ઈનપુટ કોસ્ટ પર નો વેટ જ બાદ લઇ શકે છે. પરંતુ GST ના અધિનિયમમાં ગુડ્સ અને સર્વિસ એમ બંને નો સમાવેશ થાય છે. તેથી ઉત્પાદકે મેન્યુફેક્ચરિંગ માટે લીધેલી સર્વિસ ઉપર ભરેલો સર્વિસ ટેક્ષ જેવોકે ગોડાઉન ના વપરાશ પર ભરેલો સર્વિસ ટેક્ષ , લાઈટ બીલ માં ભરેલો સર્વિસ ટેક્ષ તથા અન્ય બીલ માં ભરેલો સર્વિસ ટેક્ષ ઈનપુટ ટેક્ષ ક્રેડીટ તરીકે બાદ લઇ શકાશે
  • અત્યારે નવો ધંધો ચાલુ કરવા માટે અલગ અલગ રાજ્ય ના નિયમ મુજબ વેટ રજીસ્ટ્રેશન કરાવવું પડે છે તેમજ દરેક રાજ્યમાં વેટ ના દર પણ અલગ હોય છે અને એ અલગ અલગ રાજ્યમાં ધંધો કરતા વેપારીઓ માટે વેટ ના નિયમો પાડવા ખુબ અઘરા બની જાય છે. જયારે GST આવતા આખા ભારત માં એકજ પધ્તીથી એનું રજીસ્ટ્રેશન કરી શકાશે અને એનો દર પણ આખા ભારત માટે સરખો રહશે જેથી નવો ધંધો ચાલુ કરવો સહેલો થશે.
  • GST આવતા અનેક પ્રકારના ટેક્ષ નાબુદ થશે સાથે જ અનેક પ્રકારના ટેક્ષ ભરવાની જંજાળ માંથી મુક્તિ મળશે.